v શું ઈન્ટરનેટનો ઉપયોગ એમૂળભૂત અધિકાર છે ?
|
10 જાન્યુઆરી , 2020 ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ અને ઈન્ટરનેટના ઉપયોગ અંગે ખુબ જ મહત્વનો ચુકાદો આપ્યો હતો.
· આ ચુકાદાના મહત્વના સુચીતાર્થો આ પ્રમાણે છે :
· આ ચુકાદામા સુપ્રીમ કોર્ટે જણાવ્યા અનુસાર ઈન્ટરનેટ દ્રારા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા ઈન્ટરનેટ દ્રારા ધંધો , વ્યવસાય કે વ્યાપાર કરવો એ મૂળભૂત આવિકારનો એક ભાગ છે.
· સુપ્રીમ કોર્ટે જણાવ્યા અનુસાર ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)(a) અંતગર્ત ઈન્ટરનેટ દ્રારા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ મૂળભૂત આવિકારનો એક ભાગ છે.
· સુપ્રીમ કોર્ટે જણાવ્યા અનુસાર ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)(g) અંતગર્ત ઈન્ટરનેટ દ્રારા ધંધો , વ્યવસાય કે વ્યાપાર કરવો એ મૂળભૂત આવિકારનો એક ભાગ છે.
· આમ ઈન્ટરનેટ દ્રારા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા ઈન્ટરનેટ દ્રારા ધંધો , વ્યવસાય કે વ્યાપારને ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)(a) તથા 19(1)(g) અંતગર્ત આપવામાં આવેલા મૂળભૂત આધિકાર અનુસાર સુપ્રીમકોર્ટે દ્રારા સંરક્ષણ આપવામા આવ્યું છે.
v ભારત દ્રારા પરમાણુ મિસાઈલ K-4નું સફળ પરિક્ષણ
|
19 જાન્યુઆરી , 2020 ના રોજ ભારતમાં પરમાણુ મિસાઈલ K-4 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
· ભારતમાં આધ્રપ્રદેશના સમુદ્ર તટે થી રાખવામાં આવેલાની અંડરવોટર પ્લેટફોર્મ પરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
· DRDO દ્રારા વિકસાવવામાં આવેલી આ મિસાઈલની મારક ક્ષમતા 3500કિમી સુધીની છે.
· સબમરીન દ્રારા સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવા માટે આ મિસાઈલ ખુબ જ અગત્યની છે.
· ભારતની INS અરિહંત ક્લાસ ની સબમરીન પર આ મિસાઈલોને તહેનાત કરવામાં આવશે.પરિક્ષણ પરિક્ષણ પરિક્ષણ
Ø નોધ
· DRDOનુ પૂરું નામ Defence Research and Development Organisation છે.
· અરિહંત ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીન છે.
0 Comments:
Post a Comment
If you have any doubts, please let me know.