દિવસ મહિમા : ૨૬ જાન્યુઆરી , રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિન
|
71 મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રકક્ષાની ઉજવણી
|
26 જાન્યુઆરી,2020 ના રોજ સમગ્ર ભારતમાં 71માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
· આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદે નવી દિલ્હી માં રાજપથ ખાતે તિરંગો લહેરાવી સલામી આપી હતી.
71 મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ
|
ભારતમાં 71 મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ તરીકે બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જેર બોલ્સોનારો ઉપસ્થિતિ રહ્યા હતા.
· શ્રી જેર બોલ્સોનારોની આ ભારત મુલાકાત દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે 15 કરારો પર હસ્તાક્ષર થયા હતા.
71 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
|
26 જાન્યુઆરી,2020ના રોજ ગુજરાત માં 71 મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના રાજકોટ જિલ્લામાં કરવામાં આવી હતી.
· આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજકોટના રેસ કોર્ષ ગાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તેને સલામી આપી હતી.
· રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી અંતગર્ત 25 જાન્યુઆરી,2020ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મહિલા સંમેલનનું આયોજન થયું હતું.
· જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કયું હતું.
· આ ઉપરાંત ગોંડલ ખાતે યોજાયેલા આ મહિલા સંમેલમાં એક સાથે 6882 ગંગાસ્વરૂપ બહેનોના પોસ્ટ ખાતા ખોલવાનો રેકોર્ડ પણ ‘ઇન્ડિયા બૂક’ માં નોધાયો હતો.
· આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ શ્રી વિજયભાઈ ગોંડલ ખાતેથી ‘વ્હાલી દીકરી યોજના’નો લોગો પણ લોન્ચ ક્યોં હતો.
0 Comments:
Post a Comment
If you have any doubts, please let me know.