રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થી,બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઈ
રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.સરકારે SEBC-OBC વર્ગો માટેના જાતિના
પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી છે. જે યુવાઓના આવા દાખલા- પ્રમાણપત્રની
મુદત તા.31 માર્ચ 2020ના રોજ પૂરી થઇ રહી છે તે દાખલાઓ હવે તા.31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર
જેની મુદત તા 31-3-2020ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ
એટલે કે તા 31-3-2021 સુધી વધારી આપવામાં આવી છે. OBC માટેના નોન ક્રિseમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા 3 વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે
કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા 31-3-2020ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા 31-3-2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે.
આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઈ સક્ષમ
સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહી. લોકડાઉન બાદ હવે
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના
દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા 31 માર્ચ 2020 એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા 31-3-2021 સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે.
રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે
જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી
મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે.
0 Comments:
Post a Comment
If you have any doubts, please let me know.