Friday, October 9, 2020

 

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોલીસ ખાતામાં 7,610 જગાઓ પર કરાશે ભરતી, જાણો ક્યા હોદ્દા પર કેટલાની થશે ભરતી ?

 


રાજ્યમાં પોલીસમાં સંખ્યાબંધ જગાઓ ખાલી છે તેના કારણે વધી રહેલા ગુનાઓ અટકાવવાની કામગીરી કરવા મોટા પાયે ભરતીની માગ બહુ પહેલાં જ ઉઠી હતી.

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લઈને પોલીસવિભાગમાં કુલ 7,610 નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં આ ભરતી હાથ ધરાશે. આ ભરતીમાં 383 પીએસઆઈ અને 107 પીઆઈ પણ હશે. આ ઉપરાંત કઈ જગા પર કેટલી ભરતી કરાશે તેની વિગતો નીચે દર્શાવી છે.

 

વિવિધ પોસ્ટ માટે ભરતીની સંખ્યા :

પોસ્ટ

જગ્યા

પોલીસ મહાનિરીક્ષક

1

પોલીસ અધિક્ષક

3

બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક

14

હથિયારી નાયબ પોલીસ અધિક્ષક

4

નાયબ પોલીસ અધિક્ષક(એમટી)

 

બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર

 

મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર

1

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

383

હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

107

હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર

52

મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

2

પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી)

3

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)

30

બિનહથિયારી એએસઆઈ

325

બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ

952

બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ

2130

હથિયારી એએસઆઈ

213

હથિયારી હેડ કોન્સ્ટેબલ

473

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

1795

સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર

10

ઇન્ટેલિજન્સ ઓફિસર

42

આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર

75

રેડિયો ઓપરેટર

 

રેડિયો ટેક્નિશિયન

12

કચેરી અધિક્ષક

2

અંગત મદદનીશ

4

મુખ્ય કારકૂન

6

સિનિયર ક્લાર્ક

20

જુનિયર ક્લાર્ક

23

વાયરલેસ મેસેન્જર

3

મહિલા એએસઆઈ

4

મહિલા હેડ કોન્સ્ટેબલ

14

મહિલા પોલીસ કોન્સ્ટેબલ

10

મેડિકલ ઓફિસર

1

ડોગ હેન્ડલર

89

સફાઇ કામદાર

49

કેનાલ બોય

14

પટાવાળા

16

ફોલોવર્સ

19

ડ્રાઇવર

600


રાજ્યમાં પોલીસમાં સંખ્યાબંધ જગાઓ ખાલી છે તેના કારણે વધી રહેલા ગુનાઓ અટકાવવાની કામગીરી કરવા મોટા પાયે ભરતીની માગ બહુ પહેલાં જ ઉઠી હતી. આ ઉપરાંત વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા પણ રાજ્યના પોલીસ વડાએ ડીજીપીએ દરખાસ્ત મોકલી હતી. તેને અનુલક્ષીને બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી હતી. આ જગાઓ ભરવા માટે રૂપિયા 115.10 કરોડની જોગવાઇ કરાઈ હતી. કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મૂકાતા રૂપિયા 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.




0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts

Blog Archive